Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબી જિલ્લા પંચાયતમાં સવિધાન દિવસે શપથ ગ્રહણ કરાયા.: અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ ગ્રહણ કર્યા

મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં આજે સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ ગ્રહણ કર્યા હતા.
મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સવિધાન દિવસના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની નિહાળ્યો હતો અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ લીધા હતા.

(11:16 am IST)