Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબીની પોસ્ટઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના-સોવેનીયર ગોલ્ડ બોન્ડ કેમ્પ યોજાશે.

મોરબી શહેરના પરાબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે તા. ૦૧-૧૨ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનીયર ગોલ્ડ બોન્ડ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
તા. ૦૧-૧૨ ને બુધવારના રોજ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનીયર ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ૦ થી ૧૦ વર્ષની કન્યા માટે સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ ખાતું ખોલાવી શકાશે જે ખાતું ખોલાવવા માટે જન્મતારીખનો આખલો, વાલીના આધારકાર્ડ, પાન કાર્ડ સાથે રાખવા તેમજ સોવેનીયર ગોલ્ડ બોન્ડ હેઠળ રોકાણ કરવા માંગતા ગ્રાહકોએ આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક પાસબૂકના પ્રથમ પેઇઝની ઝેરોક્ષ સાથે પોસ્ટ ઓફિસમાં તા. ૨૯-૧૧ થી ૦૩-૧૨ સુધી જે આર રાવલ મોરબીનો સંપર્ક કરવો.

(11:12 am IST)