Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબી જીલ્લામાં ૬ નવી ગ્રામ પંચાયતોને મંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરી.

ખીરઈ ગામમાંથી પંચવટી, બોડકીમાંથી ટાટાનગર, જીંજુડામાંથી સોલંકીનગર, ચાચાવદરડા ગામમાંથી નીરૂબેન પટેલનગર, મહેન્દ્રનગરમાંથી ઇન્દીરાનગર અને જબલપુરમાંથી આર્યનગર એમ છ નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી

મોરબી જીલ્લાના મોરબી, માળિયા અને ટંકારા પંથકમાં છ નવી ગ્રામ પંચાયતોને મંત્રી દ્વારા મંજુરી આપવામાં આવી છે
રાજ્યમાં ગ્રામ પંચાયત ચુંટણી યોજાનાર છે ત્યારે મોરબી જીલ્લામાં ખીરઈ ગામમાંથી પંચવટી, બોડકીમાંથી ટાટાનગર, જીંજુડામાંથી સોલંકીનગર, ચાચાવદરડા ગામમાંથી નીરૂબેન પટેલનગર, મહેન્દ્રનગરમાંથી ઇન્દીરાનગર અને જબલપુરમાંથી આર્યનગર એમ છ નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે
પંચાયતી રાજના ઇતિહાસમાં મોરબી પંથકમાં એકીસાથે ૬ જેટલી ગ્રામ પંચાયતોનું અલગ અસ્તિત્વ આપવામાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાની કુનેહ, ત્વરિત નિર્ણય શક્તિ અને કાર્યકુશળતાને સ્થાનિક આગેવાનોએ બિરદાવી હતી અને ખુશી વ્યક્ત કરી આભાર માન્યો હતો.

(11:07 am IST)