Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબી પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા સભા ભરવા કે સરધસ ન કાઢવા હુકમ.

મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૨૪-૧૨-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન ગ્રામપંચાયત મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.
આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

(11:06 am IST)