Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વિસાવદરમાં રેલ્વે સામે આંદોલન શરૂ થાય એ પહેલાં પ્રશ્નનો ઉકેલ લાવવા સાંસદ ચુડાસમાને જિલ્લા ભાજપનાં મંત્રી કોટીલાનો અનુરોધ

સેવાભાવી ઉદ્યોગપતિ બિપીન રામાણી, સમાજ સેવક રમણીક દુધાત્રા સહિતનાં નગરશ્રેષ્ઠીઓએ પણ સાંસદને પત્રો પાઠવ્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૭: વિસાવદરમાં રેલ્વે સામે આંદોલન શરૂ થાય એ પહેલાં પ્રશ્નનો ઉકેલ લાવવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને જિલ્લા ભાજપનાં મંત્રી નરેન્દ્રભાઈ કોટીલાએ લેખિતમાં અનુરોધ કર્યો છે. આ પ્રજાકિય પ્રશ્ન ત્વરિત ઉકેલવા વિસાવદર-ભેસાણ વિસ્તારનાં સેવાભાવી ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણી, ગીર નેચર કલબ, માનવ સેવા સમિતિના પ્રમુખ, જિલ્લા ભાજપનાં પૂર્વ મંત્રી-લોકસેવક શ્રી રમણીકભાઇ દુધાત્રા સહિતનાં નગરશ્રેષ્ઠીઓએ પણ સાંસદ શ્રી ચુડાસમાને પત્રો પાઠવી આ પ્રાણપ્રશ્નનો સત્વરે હલ કરવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદરમાં જૂનાગઢ મીટરગેજ રેલ્વે લાઈન શરૂ કરવાની માંગને ધારાસભ્ય સહિત ગામે ગામથી સ્વયંભૂ ટેકો સાંપડી રહ્યો છે. ૧ાૃકદ્મક લોકઆંદોલનનાં મંડાણ થઇ રહ્યા છે.

જૂનાગઢ-વિસાવદર વચ્ચેની મીટર ગેજ રેલ્વે લાઈન શરૂ કરવાની માંગ સાથે કોરોનાનાં ઓઠા તળે બંધ કરાયેલ ત્રણેય મીટરગેજ ટ્રેનો ત્વરિત શરૂ કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, ભાજપનાં શહેર અગ્રણી હિંમતભાઇ નાનજીભાઈ દવે આગામી તા.૧ ડીસેમ્બરથી વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ કરનાર છે ત્યારે જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાને સ્પર્શતા આ પ્રાણપ્રશ્નના ઉકેલ માટેનાં શ્નાૃટ+ત્નદ્વટાૃદ્ગલૃદ્ગચ વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, બાર એસોસીએશનનાં પ્રમુખ નયનભાઇ જોશી, શહેર કોંગ્રેસ સમિતિ, ટીમ ગબ્બરની ગીર સોમનાથ, અમરેલી,ઉના, વિસાવદર યુનિટ, ધારી બજરંગ ગૃપ,ધારી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાએ ટેકો જાહેર કર્યો છે.

(10:37 am IST)