Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મીઠાપુર ટાટા કેમિકલ્સ લીમીટેડ દ્વારા ઓખામાં હેલ્થ સેન્ટરનું રીનોવેશન એક એમ્બ્યુલન્સનું દાન

મીઠાપુર : આખા વિશ્વમાં આવેલા ઔદ્યોગીક એકમોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા ટાટા ગ્રુપ દ્વારા મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ લીમીટેડ દ્વારા અવારનવાર તેમની ઉંમદા કામગીરીના દ્રષ્ટાંતો જોવા મળે છે ત્યારે તાજેતરમાં જ વધુ એક ઉંદાહરણ સામે આવ્યું છે. મીઠાપુર નજીક ઓખા ખાતે આવેલા હેલ્થ સેન્ટરને ખુબ જ ટૂંકા ગાળામાં આખું રીનોવેશન કરી ત્યાંથી મીઠાપુર અથવા આજુબાજુના હોસ્પિટલોમાં દર્દીઓને પહોંચાડવા માટે એક એમ્બ્યુલન્સનું દાન કરાયું હતું. ટાટા કેમિકલ્સ પહેલેથી જ હેલ્થ માળખાગત સુવિધા વિકસાવવામાં મોખરે રહે છે. પોતાના આ પ્રયાસોને જાળવી રાખવા ટાટા કેમિકલ્સ એની સી. એસ. આર. સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટએ ઓખા ખાતે આ કાર્ય કર્યુ હતું. ગત રપમી તારીખે આ હેલ્થ સેન્ટરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથી સ્થાનીક ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક ઉંપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ડીડીઓ શ્રી જાડેજા, મુખ્ય જીલ્લા અધિકારી ડો. રાજ સુતરીયા, આર. એચ. સી. ઓ. ડો. ચિરાગ અને ટાટા કેમિકલ્સ મીઠાપુરના પ્રોજેકટસ અને ટેકનીકલ સેવાઓના હેડ શ્રી અશોક દાણી, ઓખા નગરપાલીકાના હોદેદારો સહર્ષ ઉંપસ્થિત રહ્યા હતાં. આ ઉંપરાંત કોરોના મહામારીમાં પોતાના સ્વાસ્થ્યની જરા પણ પરવાહ કર્યા વિના સતત સેવાઓ આપતા ઓખાના આરોગ્ય સ્ટાફને ઉંપસ્થિત મહાનુભાવો દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતાં. આ હેલ્થ સેન્ટરમાં અદ્યતન સેવાઓ પુરી પાડી આશરે રપ૦૦૦ થી ૩૦૦૦૦ જેટલા લોકોને આ સેવાઓનો લાભ મળશે. આ તકે ઉંપસ્થિત મહેમાનો તથા શ્રી પબુભા દ્વારા ટાટા કેમિકલ્સ લીમીટેડનો આભાર વ્યકત કરાયો હતો. (તસ્વીર ઃ અહેવાલ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(10:27 am IST)