Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દામનગર પંથકમાં કુંવારી માતા બનેલ યુવતિની ડીલીવરી કરનાર ઢસાના તબીબની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૭ :.. દામનગર પંથકની કુંવારી માતા બનેલી યુવતીની અધુરા માસે ડીલીવરી કરનાર ઢસાનાં ડો. પારસ પ્રહલાદભાઇ શ્રવણની પોલીસે ધરપકડ કરી છે.

લાઠીના નારાયણનગર ગામે આજથી એકાદ વર્ષ પહેલા હિતાર્થભાઇ દિલીપભાઇ જોશીની વાડીમાં શેઢા પાસે આવેલા પાણી નિકાલના વોંકળામાં ખાડો કરી દાટી દીધેલી હાલતમાં એક નવજાત શિશુની લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા આ લાશનું પીએમ કરવામાં આવ્યુ હતું. દામનગર પંથકમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથેના સંબંધોના કારણે ગર્ભવતી બન્યાની ૬ મહિના પછી તેને ખબર પડી હતી. જેથી લાઠીમાં રહેતા એક દંપતીની મદદથી યુવતીને ગર્ભથી મુકત કરવા યોજના કરી હતી.

ઢસા ગામમાં પારસ પ્રહલાદભાઇ શ્રવણ દ્વારા પોતાના સીતારામ પ્રસુતિ ગૃહમાં અધૂરા મહિને ડીલીવરી ન કરાય અને કરવામાં આવે તો બાળક ઉપર મૃત્યુનું જોખમ હોવાનું જાણવા છતાં પણ આ તબીબ દ્વારા ડીલીવરી કરી દેવામાં આવી હતી અને બાદમાં પણ બાળકને યોગ્ય સારવાર ન આપતા તેનું મૃત્યુ થવાના મુદ્ે પોલીસ દ્વારા આ તબીબ તેમજ યુવતી અને તેને મદદ કરનારા લાઠીના દંપતી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પૈકી પોલીસ દ્વારા ઢસા ગામના વિવાદી તબીબની ધરપકડ કરવામાં આવી છે.

(2:46 pm IST)