Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બીલખાના દારૂ પ્રકરણમાં ગોડાઉન ધરાવતા શખ્સની પણ ધરપકડ

રણજીતની સાથે મલયરાજને કોર્ટમાં રજુ કરવાની તજવીજ

જુનાગઢ તા. ર૭ : બીલખાના દારૂ પ્રકરણમાં પોલીસે ગોડાઉન ધરાવતા જુનાગઢના શખ્સની ધરપકડ કરી તેને અને રણજીત બશીયાને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

તા.ર૪ ની રાત્રે કોર્ટ મોનીટરીંગ સેલના કાફલાએ જુનાગઢના બીલખામાં સુર્યા ગેસ એજન્સીના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉન ખાતે દારૂ કટીંગના પર્દાફાશ કરી રૂ.૩પ.૬૩ લાખનો વિદેશી દારૂ-બિયર તથા ચાર વાહનો સહિત કુલ રૂ. પ૬.૧૫ લાખનો મુદામાલ પકડી પાડયો હતો અને બીલખાનો રણજીત ઉર્ફે રણુ બાવકુભાઇ બશીયાની ધરપકડ કરી હતી.

આ બારામાં જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ આર.જી.ચૌધરીને તપાસ સોપવામાં આવતા તેઓએ રણજીત બશીયાનો  કબ્જો સંભાળી અને ગોડાઉન ધરાવતો જુનાગઢનો મલયરાજ જીલુભાઇ જેબલીયાની ધરપકડ કરી હતી.

પી.આઇ.ચૌધરીએ જણાવેલ મલયરાજે ગેસના બાટલામાં ગોડાઉન ભાડે રાખેલ અને તેમણે રણજીતસિંહ સાથે દારૂની હેરાફેરી પણ શરૂ કરેલ આજે બન્નેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર મેળવાશે.

(12:59 pm IST)