Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજ્યમાં ''ગુજસીકોટ''ના ખાસ કાયદા નીચેના કેસો ખાસ અદાલત સમક્ષ ચલાવવા કચ્છમાંથી સરકાર તરફે સ્પશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે કલ્પેશ ગોસ્વામી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૭ : ગુજરાત રાજયમાં નવો અમલમાં આવેલ કડક કાયદો ''ધી-ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ - ર૦૧૫'' નીચે જે ગુનાઓ દાખલ થાય, આવા ગુનાઓ સબંધે રાજય સરકાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સાથે પરામર્શ કરી, સંમતી મેળવી તે સબંધે ખાસ જાહેરનામું ઓફીસીયલ ગેજેટમાં બહાર પાડીને આ ખાસ કાયદા નીચે દાખલ થયેલ, આવા ગુનાઓના કેસ ચલાવવા માટે ખાસ અદાલતની રચના કરવામાં આવશે અને આવા કેસો ખાસ અદાલત સમક્ષ પ્રોસીડ કરવા માટે સ્પેશીયલ પ્રોસીકયુટરની પણ નિમણુંક કરવામાં આવશે.

આ ખાસ કાયદા અનુસંધાને ગુજરાત રાજયમાં આંતકવાદને નિયત્રિંત કરવા માટે અને સંગઠીત પ્રકારના ગુનાઓને કાબુમાં કરવા માટે તેમજ, આવા અપરાધ સાથે જોડાયેલા અપરાધી/ ગુનેગારોના કેસો તપાસનીસ પોલીસ એજન્સી અને રાજયસરકાર તરફે સ્પેશીયલ કોર્ટ સમક્ષ ચલાવવા માટે રાજયમાં પાંચ સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુ ટરની નિમણું ક કરવામાં આવેલ છે. તે અનુસંધાને રાજયસરકાર દ્વારા કચ્છ જિલ્લામાંથી 'ગુજસીટોક' ના કેસ ચલાવવા માટે સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે કલ્પેશ સી.ગોસ્વામીની નિમણુંક કરવામાં આવેલ છે. આ નિમણુંક તા.ર૪/ ૧૧/ ર૦ર૦ના રોજ કાયદા વિભાગે એક ખાસ જાહેરનામું બહાર પાડીને કરેલ છે.

શ્રી ગોસ્વામી હાલે જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીયુટર ના અગત્યના પદ પર છેલ્લા-૭ વર્ષથી પોતાની જવાબદારી વહન કરી રહયા છે. જિલ્લા ના ડી.જી.પી, ઉપરાંત ગોસ્વામી કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા વિરૂધ્દ્યના સીઆઇ.ડી.ક્રાઇમ, એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) અને ક્રાઇમ બ્રાન્ચ જેવી અગત્યની એજન્સીના કેસોમાં પણ રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે ભુજ અને અમદાવાદ ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ) કોર્ટ મધ્યે સેવાઓ આપે છે.

ઉલ્લેખનીય છે કે, કલ્પેશ ગોસ્વામીની કેન્દ્ર સરકાર દ્વારા પણ અગત્યના કેન્દ્રીય વિભાગો કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટ, ડી.આર,આઇ.(ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સો, સેન્ટ્રલ એકસાઇઝ અને સર્વિસ ટેક્ષ વિગેરે એજન્સી તરફે પણ સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુ ટર તરીકે નિમણું ક કરવામાં આવેલ છે વિશેષમાં નલીયા સામુહિક દુષ્કર્મ કાંડ અને કે.ડી.સી.સી.બેન્ક ના કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડના કેસોમાં પણ સી.આઇ.ડી.ક્રાઇમ એજન્સી તરફે કલ્પેશ ગોસ્વામીને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુ ટર તરીકેની જવાબદારી રાજયસરકાર દ્વારા સોપવામાં આવેલ છે. આ રીતે 'ગુજસીટોક' ના નવા કાયદા માટે પણ સ્પેશીયલ પી.પી.તરીકેની વિશેષ જવાબદારી પણ સોપાયેલ છે.

ગુજસીટોક કાયદાના કેસો રાજયમાં ચલાવવા માટે ગોસ્વામી ઉપરાંત અમદાવાદના બ્રિજેશ લીમ્બાચીયા, રાજકોટના તુષાર ગોકાણી, વડોદરાના રદ્યુ વિર પંડયા, અને સુરતના નયન સુખડવાલા એમ પાંચ ધારાશાસ્ત્રીની સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. નિમણુંક બાબતની જાણ રાજયપાલશ્રીના સેક્રેટરી, મુખ્યમંત્રીના પ્રિન્સીપાલ સેક્રેટરી, ગૃહ અને કાયદામંત્રીના સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ, હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, રાજયના એકાઉન્ટ જનરલ, રાજના તમામ પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ અને સચિવ કાયદા વિભાગને આ જાહેરનામાની જાણ કરવામાં આવેલ છે.

(11:39 am IST)
  • દિલ્હીમાં હજારો ખેડૂતોને રાખવા માટે ૮ મોટા સ્ટેડીયમોમાં જેલ ઉભી કરાશે : હજારો ખેડૂતો દ્વારા દિલ્હી ચલો કૂચ આગળ વધી રહી છે ત્યારે કેજરીવાલની આપ સરકાર પાસે દિલ્હી પોલીસે ૮ મોટા સ્ટેડીયમોની માંગણી કરી છે : પોલીસ આ સ્ટેડીયમોનો ઉપયોગ કામચલાઉ જેલ તરીકે કરવા માગે છે access_time 12:51 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST