Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગોંડલમાં પટેલ પરિવાર ઉપરના માળે રહેતા'તાને તસ્કરો નીચેથી ૮૩ હજારની રોકડ ચોરી ગયા

રાજકોટ, તા.૨૭: ગોંડલમાં વૃંદાવન પાર્ક-સોસાયટીમાં તસ્કરો મકાનમાંથી ૮૩,૩૦૦ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલમાં નેશનલ હાઇવે ઉપર ખોડલદીપ હોટેલ સામે આવેલ વૃંદાવન પાર્ક-૧માં રહેતા અને કંન્ટ્રંકશનનો વ્યવસાય કરતા રજનીકાંતભાઇ મનસુખભાઇ રૈયાણી તથા તેમના  પરિવારજનો રાત્રે ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરો મકાનની ડેલી ટપી મકાનમાં પ્રવેશી નીચે હોલની બારીનો સળીયો તોડી હોલની અંદરના કબાટમાં કાળા કલરના  થેલામાં રાખેલ ૮૩,૩૦૦/ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ અંગે રજનીકાંતભાઇ રૈયાણીએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)