Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સરદાર લેઉવા પાટીદાર સમાજ થકી મહિલા સમિતિ આયોજીત એક માંડવે લગ્ન એવો દ્વિતિય સમૂહ લગ્ન સંપન્ન

ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા મહિલા સમિતિ આયોજીત  'એક માંડવે લગ્ન એવા દ્વિતિય સમૂહ લગ્ન' તુલસી વિવાહના પાવન દિવસે નવદંપતિ યુગલ પરિવારના ઘર આંગણે રંગે ચંગે સહુ જ્ઞાતિજનોના સહયોગથી પરિપૂર્ણ યુકત સંપન્ન થયો. સમૂહ લગ્નમાં જોડાયેલ નવદંપતી તથા યુગલ પરિવારનો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક દાતાશ્રી તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ કારોબારી સમિતિ તથા સમાજના આગેવાનશ્રીઓ જેના થકી આ કાર્યક્રમ યોજાયો હતો. તેવી મહિલા સમિતિ તથા યુવા સમિતિ, યુગલ પરિવારની નોંધણી તથા દરેક પ્રકારનું રજીસ્ટ્રેશન કરનાર રજીસ્ટ્રેશન સમિતિ સારી અને સુંદર પ્રકારની વસ્તુઓની ખરીદી કરનાર કરિયાવર સમિતિ અને સૌનો આ તકે સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાએ આભાર વ્યકત કરેલ.

(11:34 am IST)
  • પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે ઝટકા : ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુવેન્દુ અધિકારીએ રાજીનામુ આપ્યું : ધારાસભ્ય મિહિર ગોસ્વામીનું પણ રાજીનામુ : મિહિર ગોસ્વામી ભાજપમાં જોડાશે : રાજ્ય ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કોમેન્ટ ' તૃણમૂલના અંતનો આરંભ ' access_time 8:27 pm IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST