Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓ માટેના સ્વર્ગ ખીજડીયા અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખોલાયું

સચિત્રો માહિતી સાથે પક્ષીઓની તસ્વીરો: વોચ ટાવર, ગાઇડ અને દુરબીન, ફીલ્ડગાઇડ પુસ્તકો વિગેરેની પણ સવલતો ઉપલબ્ધ

જામનગર : ખીજડીયા પક્ષી અભયારણ્યને વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલા આ અભયારણ્યમાં તળાવના બે પ્રકાર (મીઠા પાણી અને ખારા પાણી) છે. અહીં દર વર્ષે, વિદ્યાર્થીઓ. ટુરિસ્ટ.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર, પક્ષી નિષ્ણાંતો વિદેશી પક્ષીઓને જોવા અને તેમના વિશે જાણવા આવે છે. દેશના જૂજ પક્ષી અભ્યારણ્યો પૈકીનું એક જામનગરથી 12 કિલોમીટરના અંતર પર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય લાંબા ગાળા બાદ પ્રવાસીઓ, પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે ખુલ્લી ગયું છે.

  ખારા પાણી અને મીઠા પાણીના તળાવો ધરાવતું એક અભ્યારણ્ય પૈકીનું જામનગરનું પક્ષી અભ્યારણ્ય ખુલ્લું મુકવામાં આવતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સીઝનના સારા વરસાદના કારણે ખીજડીયામાં અનેક તળાવો પાણીથી છલોછલ ભરાયા છે અને ઓવરફલો થઇ ગયા હતા. ત્યારે પક્ષીઓની સંખ્યા પણ શિયાળાની શરૂઆતમાં જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. રંગબેરંગી અને દેશ- વિદેશના પક્ષીઓ જોવાનો પક્ષી પ્રેમીઓ માટે અનેરો નજારો છે

  પ્રવાસીઓ સહેલાઇથી પક્ષી નીહાળી શકે તે માટે અભ્યારણ્યમાં સચિત્રો માહિતી સાથે પક્ષીઓની તસ્વીરો લગાડવામાં આવી છે. તેમજ વોચ ટાવર, ગાઇડ અને દુરબીન, ફીલ્ડગાઇડ પુસ્તકો વિગેરેની પણ સવલતો ઉપલબ્ધ છે. પક્ષીઓને ખલેલ ના પહોંચે અને કોરોનાની મહામારીને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લઇ કુદરત અને દેશ-વિદેશના પક્ષીઓને માણી શકે છે.

 આગામી પાર્કમાં એન્ટ્રીનો સમય સવારે 6 થી સાંજે 5 સુધીનો રહેશે. ખીજડિયા પક્ષી અભ્યાણમાં ગત વર્ષે વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓની 300 થી વધુ પક્ષી પ્રજાતિ નોંધાઈ હતી. આ વર્ષ લોકડાઉનના કારણે પાર્ક બંધ હોવાના લીધે અહીં વસવાટ કરતા પક્ષી જગતમાં કેટલાક ફેરફાર જોવા મળ્યાં હતાં. અહીં બ્લેકમેક સ્ટોર્ક ,ડાર્ટર, મુરહેન, ડક, કૂટ, પેજેન, ટેઇલ ઝકાના, મોટી ચોટલી ડૂબકી, નાની ચોટલી ડૂબકી, નવેમ્બર માસલી ગાની, પયાર્ડ ગાજહંસ સહિતના પક્ષીઓ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.

(9:36 am IST)