Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

PMOનો નકલી લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી : આખરે ભાંડો ફૂટતા અમરેલીના ડોક્ટર વિરુદ્ધ ગુનો

ઓફિસ વેચાણ લીધા બાદ પણ કબ્જો નહીં મળતા ડો.વિજયએ સમગ્ર યોજના બનાવી હતી

અમદાવાદ : અમરેલીના ડૉકટરે પોતાની ડૉકટર હાઉસ ખાતેની ઓફિસનો કબ્જો મેળવવા માટે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્રો આરોપીઓએ chiefsecpmo@ gmail.com અને pmorrkushwah@ gmail. com.થી મેઈલ કર્યા હતા. આ પત્ર વ્યવહાર ખરેખર પીએમઓ ઓફિસથી થયો છે. તે ચેક કરવાનો અધિકારીઓએ નિર્ણય લીધો હતો જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સાયબર સેલમાં આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલીના ડૉકટર વિજય દ્વારકાપ્રસાદ પરીખે પરિમલ ગાર્ડન પાસે ડૉકટર હાઉસમાં આવેલી ઓફિસ ડૉ. નિશિત શાહ પાસે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ આપી તેનો ગેરકાયદેસર કબ્જો ડૉ. નિશિતએ પોતાની પાસે રાખ્યો હતો. જે ઓફીસનો કબ્જો લેવા માટે ડો.વિજયએ સમગ્ર યોજના બનાવી હતી.

જે મુજબ ડૉ. વિજયે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્રો આરોપીઓએ chiefsecpmo@ gmail.com અને pmorrkushwah@ gmail. com.થી જૂદી જૂદી જગ્યાએ મેઈલ કર્યા હતા. જેમાં IAS sangeetasingh (GOG-HOME DEPT), Director General Of Police G.S., Police Commissioner Ahmedabad, chiefsecretary@gujarat.gov.inne Toમાં રાખી મેઈલ કર્યા હતા. ઈમેઈલની સી.સી.માં narendramodi1234@gmail. com, contact@amitshah.co.in, jayuvijay87@ gmail.com, cm@gujaratindia.com, pradipsinh jadeja (GOG-legal dept) ને રાખ્યા હતા. જેની સાથે રાખેલા PMO હેડિંગ અને અશોક સ્તંભવાળા લેટરો મુક્યા હતા. જેમાં ડૉ. વિજયએ ડૉ. નિશિથ પાસેથી ખરીદેલી ઓફીસનો ગેરકાયદેસર કબ્જો ખાલી કરાવવાના લખાણ સાથે ગુજરાત સરકાર અને અધિકારીઓની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ મેટર પ્રાઈમ મિનિસ્ટર ઓફીસ દ્વારા સતત મોનિટર કરવામાં આવતી હોવા છતાં તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ જણાવ્યું હતું.

આ લેટર પીએમઓ ઓફિસથી આવ્યા છે કે બીજે થી તે ખરાઈ કરવાનો અધિકારીઓએ નિર્ણય લીધો હતો. જેમાં સાયબર સેલએ તપાસ કરતા વિગતો મળી કે, PMO ઓફિસથી થતા પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઈ મેઈલ આઈડી જેની પાછળ nic. in લખેલું ડોમેઈન વપરાય છે. આથી જે જીમેઇલ આઈડી થી મેઈલ આવેલા તે chiefsecpmo@ gmail.com અને pmorrkushwah@ gmail. com.ની વિગતો પોલીસે એકત્ર કરી હતી. જેમાં વિગત મળી કે, આ આઈડી 2019માં બનેલું છે. જેમાં રજીસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર અને આઈપી એડ્રેસ વિજય દ્વારકાપ્રસાદ પરીખ રહે, દ્વારકેશ, ગણેશ સોસાયટી, ચિતલ રોડ,અમરેલીનું હોવાનું ખુલ્યું હતું. સાયબર સેલ ક્રાઈમબ્રાન્ચ અમદાવાદએ આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:12 am IST)
  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST