Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કેશોદના અગતરાય ગામના સરપંચ નાથાભાઇ દાફડાનો ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ

વિકાસના કામો કરવા દેતા નથી અને બદનામ કરવાની કોશિશ કરે છે તેવો ઉપસરપંચ અને બે સદસ્યો સામે સૂસાઇડ નોટમાં આક્ષેપ

કેશોદ,તા. ૨૭: સરપંચે ઝેરી દવાગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા નાના એવા અગતરાય ગામમાં સનસનાટીમચીજવા પામેલ હતી.

ઓફિસમાં સરપંચ નાથાભાઈ વીરાભાઈ દાફડાએ પ્રથમ સ્યુસાઈડનોટ લખી બાદમાં ઝેરી દવા ગટગટાવી જતા કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડતાં જયાં નાથાભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલછે.

આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા લખેલી સ્યુસાઈટ નોટમાં ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવેલછે કે ગ્રામ પંચાયતના ત્રણ સભ્યના અસહ્ય ત્રાસના કારણે જીંદગીથી અત્યંત તંગ આવી જઈ આત્મહત્યા કરી રહ્યો છું.

છેલ્લા ચાર વર્ષથી અગતરાય ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપતા નાથાભાઈ દાફડાએ અચાનક જ પંચાયત ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તલાાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરે બુમરાડ મચાવતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં મારી રહેલા સરપંચ નાથાભાઈને સારવાર માટે તુરત જ કેશોદની ખાનગી રધુવંશી હોસ્પિટલમાં સારવાર અથેઙ્ખ ખસેડવામાં આવ્યા હતા.આ દ્યટનાની જાણ થતાં અનુસુચિત જનજાતી ના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.

સરપંચે લખેલી સ્યુસાઈટ નોટમાં પંચાયતના ઉપસરપંચ બીપીન ગરેજા અને પંચાયતના બે સભ્યો સહિત ત્રણેય સામે ગંભીર આક્ષેપો કરતા જણાવેલછે કે સરપંચ તરીકે તેઓ વિકાસના કામો કરવા માંગતા હતા,પરંતુ તેઓ વિકાસ કામોમાં રૂકાવટ કરતા હતા અને ભ્રષ્ટાચાર આચરવા પ્રયાસ કરતા હતા.આથી હું સ્વચ્છ વહીવટ કરવા, ઈમાનદારીથી સરપંચ તરીકે સેવા કાર્યો કરવા માટે અને ભ્રષ્ટાચાર વિરુધ્ધ હોવાથી ત્રણેય લોકો મારો તિરસ્કાર કરતા હતા.ઉપરાંત મને વારંવાર માનસીક શારીરિક ત્રાસ આપતા હતા,અવારનાવાર મારા પર હુમલા પણ કરવામાં આવતા હતા આથી અત્યંત તંગ આવી જઈ આત્મહત્યા કરી રહ્યો છુ.જે સ્યુસાઈડ નોટ કેશોદ પોલીસે કબજે લઈ ફરીયાદ નોંધી આ ઘટનાની વધુ તપાસ કરી રહેલછે.

આ ઘટનાને લઈને સ્થાનિક અગતરાયમાં લોકોમાં ભારે રોષ જોવા મળતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેશોદ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

નાથાભાઈ દાફડા છેલ્લા ૪ વર્ષથી ચૂંટાઈ ને અગતરાય ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે ફરજ બજાવે છે સોમવારના રોજ અચાનક ગ્રામ પંચાયત માં ઝેરી પદાર્થ ગટગટાવી જતા બેભાન બન્યા હતા પંચાયત ખાતે હાજર લોકોએ હોહા દેકારો કરતા ગામના અન્ય લોકો પણ દોડી આવી સરપંચને સારવાર ખસેડ્યા હતા હોસ્પીટલ ખાતે સરપંચના ખિસ્સામાંથી એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી તેમાં પોતે નામ સાથે ઉલ્લેખ કરી વિકાસના કામોમાં ગેરરીતિ કરતા ઉપસરપંચ તેમજ ૩ સદસ્યો રોકતા તેમના દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાથી ઝેરી દવા પી ગયાનું જણાવ્યું પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:13 pm IST)