Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ખંભાળીયા ઔદિચ્ય બ્રહ્મ જ્ઞાતિના વારાહી માતાજી મંદિરે વિશિષ્ટ દર્શન-શણગાર

નવરાત્રી પર્વની સાદગી સાથે શ્રદ્ધાભેર ઉજવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ર૭ : નગરાત્રી દરમ્યાન અહીના ઔદિચ્ય બ્રહ્મસમાજ જ્ઞાતિના કુળદેવી શ્રી વારાહી માતાજીના મંદિરે જ્ઞાતિજનો દ્વારા રોજ સાંજે આરતી નથી વિવિધ દર્શન યોજાતા હતા

જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકો લેતા હતા.

નવરાત્રીના અંતિમ દિને ભવ્ય દર્શનનું આયોજન થયું હતું રોજ દશેય દિવસ અલગ-અલગ શણગાર સાથે દર્શન, રાંદલ માતાના લોટા, ફુલવાડી કૃત્રિમ જંગલ, વરસાદ, ફુવારા તથા લાઇટીંગ તથા વીજળી વરસાદની લાઇટીંગ ડેકોરેશન સાથે યોજાયા હતા.

ઔદિચ્ય જ્ઞાતિના કાર્યકરો હરીશભાઇ જોષી, નીકુંજભાઇ વ્યાસ, રોહિતભાઇ શુકલ, રવિભાઇ જોષી, હિતેશભાઇ શુકલ વિ. કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

વિવિધ માતાજીના મંદિરો શ્રી ગાયત્રી માતાજી ખામનાથ, શ્રી આશાપુરા માતાજી ખામનાથશ્રી સરસ્વતી માતાજી બજારમાં શ્રી હરસિદ્ધિ માતાજી ઝવેરી બજાર, ગાયત્રી માતાજી પુષ્કર્ણા, બ્રહ્મપુરી  તથા ઝુંલલીયા મહાદેવ, ચામુંડા માતાજી સતવારા વાડ, સીકોતેર માતાજી, સીંધવી માતાજ,ી બહુચર માતાજી, સંતોષી માતાજી વિ. દેવી મંદિરોમાં રોજ ભાવ દર્શન સાથે ઉજવણી કરાઇ હતી તથા પુજા, દર્શન આરતી ઉત્સવો યજ્ઞો હવનો યોજાયા હતા દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીલાખી માતાજી, ભાયાણી કુટુંબના  રાંદલ માતાજી વિ. સ્થળે પણ હવન યોજાયા હતા.

તાલુકામાં કેશોદ આવળાઇ માતાજી, ભાતેલમાં આશાપુરા માતાજી, માધુપુર કામઇ માતાજી વિ.સ્થળે પણ ભાવિકો ઉપટયા હતા તો આશાપુરા ધુમલી ભાણવડ, ગાયત્રી આશ્રમ, હરસિદ્ધિ માતાજી ગાંધવીમાં પણ ભાવિકો ઉમટયા હતા.

(1:12 pm IST)