Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોરબી પાસે કારે બાઇકને હડફેટે લેતા ઝીંઝુડાના યુવાનનું મોત

મોરબી,તા. ૨૭: મોરબીના નાગડાવાસ ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું છે અને એકને ઈજા થતા સારવાર અર્થે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

માહિતી મુજબ મોરબીના ઝીઝુડા ગામના રાહુલ નરસીભાઈ અખિયાણી (ઉ.૨૦) અને તેના ભાઈ સવજીભાઈ નરસીભાઈ અખિયાણી બપોરના સમયે કોઈ કામસર ડબલ સવારી બાઈકમાં મોરબી કંડલા હાઇવે પર જતા હતા દરમિયાન નાગડાવાસ ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર જીજે ૨૭ ડીબી ૭૧૩૨ ના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક સવાર રાહુલ નરસીભાઈ અખિયાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે તેના ભાઈ સવજીભાઈને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તો ધટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી.

મોરબી જૂની પોસ્ટ ઓફીસ  પાસે ટ્રેનની ઠોકરે વૃધ્ધનું મોત

મોરબીના જુના રેલ્વે કોલોનીના રહેવાસી રાજેશગર દયાળગર ગોસ્વામી (ઉ.વ.૫૭) નામના વૃદ્ઘ કોઈ કારણોસર જૂની પોસ્ટ ઓફીસ પાસે ટ્રેનના પાટામાં રેલગાડી વચ્ચે આવી જતા વૃદ્ઘનું મોત થયું હતું જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ પર  અકસ્માતમાં ઇજા

એમપીના વતની બાબુભાઈ દેવાભાઈ મેડાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો જીજે ૩૬ ટી ૭૮૭૫ ના ચાલકે બોલેરો પુરઝડપે ચલાવી જેતપર રોડ પરથી જતા ફરિયાદી બાબુભાઈના મોટરસાયકલ જીજે ૩૬ કે ૨૮૧૨ ને ઠોકર મારતા બાબુભાઈ મેડાને ઈજાઓ પહોંચાડી હતી જયારે બોલેરોચાલક બોલેરો મૂકી નાસી ગયો હતો તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબીના લીલાપર નજીક મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાયું

મોરબીના લીલાપર રોડ પર બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનને ઈજા પહોંચી છે મોરબીના લીલાપર ગામ પાસે રહેતા વિજયસિંહ હેમંતસિંહ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ધવલ કાંજીયા રહે દહીંસરા વાળો તેનું મોટરસાયકલ જીજે ૦૩ એચજી ૦૯૫૪ લઈને લીલાપર ગામ પાસેથી જતો હોય ત્યારે યુવાને બાઈક પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનને ઈજા પહોંચી છે.

(1:07 pm IST)