Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભાવનગરમાં વિમા પ્રીમીયમના બ્હાને અભણ મહિલા સાથે સવા ચાર લાખની વ્યાસબંધુઓ દ્વારા ઠગાઇ

ભાવનગર, તા. ર૭ : ભાવનગરમાં એલ.આઇ.સી.ના નામે એક મહિલા સાથે રૂ. ૪.૧૬ લાખની ઠગાઇ કર્યાની બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

બનાવની વિગતો એવી છે કે શહેરના ચિત્રા-સિદસર રોડ પર રહેતા વિલાસબેન પ્રવિણભાઇ રાઠોડ એ શહેરના વાઘાવાડી રોડ રાધા મંદિર પાસે રહેતા નરેશભાઇ નારાયણભાઇ વ્યાસ અને પ્રકાશ નારાયણભાઇ વ્યાસ સામે એવી ફરીયાદ નોંધાવી છે કે તેણીને અક્ષરજ્ઞાન ન હોવાનું જાણી આ બન્ને શખ્સોએ પોતે એલ.આઇ.સી.ના એજન્ટ હોવાનું કહી દાગીના ગીરવે મુકાવી એલ.આઇ.સી.ના પ્રીમીયમના નામે રૂપિયા ૪૧૬૭૦રનો મુદ્દામાલ લઇ જઇ પરત નહિ કરી ઠગાઇ આચરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે વિલાસબેનની ફરીયાદ નોંધી ડી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાત

સિહોરના સર ગામે રહેતા પ્રકાશભાઇ મનજીભાઇ વાઘેલા ઉ.વ.ર૮ નામના યુવાને કોઇ અકળકારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી.

(12:02 pm IST)