Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કચ્છમાં વાગડ ફોલ્ટ લાઇન સક્રિયઃ વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા : લોકોમાં ભયનો માહોલ

કચ્છ ના દયાપરમાં ૩.૪ અને ખાવડા વિસ્તારમાં ૩.૩ની તીવ્રતા સાથે ના ભુકંપના ઝટકા

ભુજ ,તા. ૨૭: આજે ફરી એકવાર કચ્છ ની ધરા ધ્રુજી ઉઠી હતી અને કચ્છ માં વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવતા લોકો માં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને લોકો પોતાના દ્યરો માંથી બહાર દોડી આવ્યા હતા.વિગતો મુજબ કચ્છ ના દયાપરમાં ૩.૪ અને ખાવડા વિસ્તારમાં ૩.૩દ્ગક તીવ્રતા સાથે ના ભુકંપ ના ઝટકા આવ્યા હતા, આ ભુકંપ અંગે જાણવા મળતા અહેવાલો મુજબ કચ્છ ની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આવ્યાં આંચકા આવ્યા હોવાનું કહેવાય છે. 

(11:56 am IST)