Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરેન્દ્રનગરના દેવચરાડી ગામે જૂથ અથડામણમાં યુવકની હત્યા કેસમાં 48 કલાક બાદ પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો

પોલીસે તપાસમાં બેદરકારી દાખવનાર PIની બદલી અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો:13 આરોપીઓની પણ ધરપકડ કરી

સુરેન્દ્રનગરના દેવચરાડી ગામે જૂથ અથડામણમાં યુવકની હત્યા કેસમાં 48 કલાક બાદ મૃતદહે સ્વીકારવામાં આવ્યો છે. પોલીસે તપાસની ખાતરી આપતા પીડિત પરિવારે 48 કલાક બાદ આખરે મૃતદેહ સ્વીકાર્યો છે. બનાવની વાત કરીએ તો દેવચરાડી ગામમાં જૂથ અથડામણ સમયે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઇ પીડિત પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેથી પોલીસે તપાસમાં બેદરકારી દાખવનાર PIની બદલી અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે. એટલું જ નહીં 13 આરોપીઓની પણ ધરપકડ કરી છે.

નવરાત્રીના પાવન પર્વ પર સુરેન્દ્રનગરના લખતર માર્કેટ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી છે. કપાસના ભાવ મણના રૂપિયા 1 હજાર 950 સુધી બોલાતા મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં 5 હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી કોઈ ટેક્સ કે સેસ નહી લેવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે.  જોકે કપાસના હરાજીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

(12:22 am IST)