Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબી NCC ના બે ઓફિસરે રાષ્ટ્રીય કક્ષાની થલ સૈનિક કેમ્પની સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવ્યું.

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર કેપ્ટન શર્માના માર્ગદર્શન હેઠળ બે અન્ડર ઓફિસર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણપદક જીતી મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના NCC ઓફિસર કેપ્ટન શર્માની યાદીમાં જણાવ્યા અનુસાર કેડેટ સીનીયર અન્ડર ઓફિસર ચિરાગ કારોત્રા અને અન્ડર ઓફિસર અમિત બતાળા રાષ્ટ્રીય લેવલ પર થલ સૈનિક કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને સુવર્ણપદક મેળવ્યું છે
જે સ્પર્ધામાં ભારતના તમામ પ્રાંતના કેડેટ આવતા હોય જેમાં પદક મેળવ્યો છે જે બદલ સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ, રજનીભાઈ, દેવાંગભાઈ અને કોલેજના પ્રિન્સીપાલ ડોક્ટર માંડવીયા, દંગી સાહેબ, ગરમોરા સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે.

 

(11:22 pm IST)