Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જુનાગઢ ભાજપના મહામંત્રી શૈલેષ દવેને ભુપેન્દ્રભાઇ પટેલની નવરાત્રી સબબ શુભેચ્છા

શ્રી ગૌડ બ્રહ્મસમાજ નવરાત્રીનાં આયોજન બદલ માં અંબાની કૃપા સૌની ઉપર બની રહે-મુખ્યમંત્રી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૭: ગઇકાલથી નવરાત્રીનું પર્વ શરૃ થતા પ્રથમ નોરતે પ્રાચીન ગરબી અને જ્ઞાતિ રાસોત્સવ વગેરેએ જમાવટ કરી હતી.

જુનાગઢમાં શ્રી ગૌડ બ્રહ્મસમાજ નવરાત્રી રાસોત્સવના આયોજન બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આયોજક અને જુનાગઢ શહેર ભાજપના મહામંત્રી શ્રી શૈલેષ દવે તેમજ તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે.

જુનાગઢમાં સતત સાતમા વર્ષે શ્રી ગૌડ માળવીય બ્રહ્મ સેવા સમીતી દ્વારા સંયોજક શ્રી શૈલેષભાઇ દવેના નેતૃત્વમાં ભુતનાથ મહાદેવ મંદીરના ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિજનો માટે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું છે.

આપણી જ્ઞાતીની દિકરી આપણે ત્યાંના સકારાત્મક હેતુ સાથે જુનાગઢમાં શ્રી ગૌડ બ્રહ્મ સમાજ નવરાત્રી રાસોત્સવ યોજવા બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંયોજક શૈલેષભાઇ દવેને તેમજ તેમની ટીમને એક પત્ર પાઠવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ મુખ્યમંત્રીશ્રીએ માં અંબાની કૃપા સૌ ઉપર બની રહે તેવી અભિલાષા પણ વ્યકત કરી હતી.

(4:51 pm IST)