Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબી નજીક 'આયકા' સિરામીક ફેકટરીમાં આગ,લાગતા દોડધામ મચી, કાબુ લેવાયો

 (પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૭ : મોરબીમાં માટેલ રોડ પર આવેલ આઈકા નામની સિરામિક ફેકટરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લગાવાથી ફેકટરીમાં રહેલ લોકો દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા આગ પર કાબુ મેળવાયો હતો.સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી.  મોરબી વાંકાનેર હાઇવે નજીક માટેલ રોડ પર આવેલ આઈકા નામની સિરામિક ફેકટરીમાં કિલનમાં આગ ભભૂકી ઉઠી હતી અને થોડા સમયમાં મોટું સ્વરૃપ ધારણ કરી લેતા ફેકટરીમાં દોડધામ મચી હતી તો ધટનાને પગલે ફેકટરીના સંચાલક સહિતના દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને  આગ પર કાબુ લેવામાં આવ્યો હતો.ધટનામાં કોઈ જાનહાની થઇ ના હોવાની માહિતી મળી હતી.

(4:52 pm IST)