Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કાલે જૂનાગઢમાં

બંને નેતાની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે. તેમની આગેવાનીમાં કોંગ્રેસની બાઇક રેલી યોજાશે.

ગુજરાત વિધાનસભાની આગામી સામાન્‍ય ચૂંટણીને લઇ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને ગુજરાતમાં રાજકીય પક્ષોના રાષ્‍ટ્રીય નેતાઓ વગેરેના પ્રવાસ શરૂ થયા છે.

ત્‍યારે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં આવતીકાલે તા. ૨૮ના રોજ જૂનાગઢમાં કોંગીજનોની બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

આ બાઇક રેલીને લઇ જૂનાગઢના વિવિધ માર્ગો પર કોંગ્રેસની ઝંડી લગાવવામાં આવી છે અને બાઇક રેલીના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

બાઇક રેલીમાં કોંગ્રેસના ધારાસભ્‍યો, આગેવાનો, હોદ્દેદારો વગેરે જોડાયને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

(1:57 pm IST)