Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જામનગરના હરીપર મેવાસામાં ખનીજ ચોરી ઝડપાઇ : ૩ મજુરો સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા હરીપર મેવાસા ગામે ફોરેસ્‍ટની જગ્‍યામાં ગેરકાયદેસર બેલાની ખનીજ ચોરી થતી હતી જયાં ફોરેસ્‍ટ વિભાગની ટાસ્‍ક ફોર્સે ત્રાટકી રેઇડ પાડી ત્રણ મજૂરો ઝડપી પાડયા છે. જો કે, સંચાલક અલ્‍તાફ અને હુશેન ફકીર નશી છૂટયા હતા. પરંતુ આ સમગ્ર કામગીરી ફોરેસ્‍ટ વિભાગે કરી છે ત્‍યારે સવાલ એ થાય છે કે સ્‍થાનિક ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર આ અંગે નિષ્‍ક્રિય કેમ છે?

વન વિભાગના આર ધનપાલ એ ટાસ્‍ક ફોર્સ ની રચના કરી જામનગર જિલ્લાના કલાવડ પંથકમાં આવેલા પાંચદેવળા રાઉન્‍ડના હરીપર મેવાસા ગામના જંગલ વિસ્‍તારમાં સર્વે નંબર ૧૩૭ પૈકીની જગ્‍યામાં ગેરકાયદેસર ખાણ ખનીજ ની ચોરી થતી હતી જે અંગે વન વિભાગ અને ફોરેસ્‍ટ દ્વારા આ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જોકે મહત્‍વની વાત એ છે કે, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર કે જેના દાયરામાં આ તમામ પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી છે તે તંત્ર આંખ મિચામણી કરતું હોય કે પછી આ પ્રકારની પ્રવૃત્તિ મીઠી નજર હેઠળ ચાલતી હોય તો પણ નવાઈ નહીં. પરંતુ ફોરેસ્‍ટ વિભાગે જે પ્રકારે રેડ પાડી છે ત્‍યારે મુખ્‍ય સંચાલકો નાસી ગયા છે જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે અને ફોરેસ્‍ટ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:43 pm IST)