Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટનો પરપ્રાંતિય શખ્‍શ ૮૭ હજારનો દારૂ લઇને ઇનોવા કારમાં જતા જોડીયા પાસે ઝડપાઇ ગયો

(મુકુંદ બદિયાણી-મહેશ પંડયા દ્વારા) જામનગર-આમરણ તા. ર૭ :.. જામનગર - કચ્‍છ હાઇવે પર આવેલ મોરાણા ગામના પાટીયા પાસે શંકાસ્‍પદ ઇનોવા કારની તલાસી લેતા તેમાં છૂપાવેલ અંદાજે રૂા. ૮૭૦૦૦ કિંમતની ઇંગ્‍લીશ દારૂ ભરેલી નાની-મોટી ૧પ૦ નંગ બોટલો મળી આવતા કબ્‍જે કરી કાર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

જોડીયા પી. એસ. આઇ. આર. ડી. ગોહીલ તથા સ્‍ટાફ આજે વ્‍હેલી સવારે પેટ્રોલીંગમાં હતો ત્‍યારે પો. હેડ કો. વિક્રમભાઇ બકુત્રા તથા ભગીરથસિંહ જાડેજાને મળેલ  બાતમીને આધારે ઇનોવા કાર નં. જીજે૦૩ ડી. એન. ૪૬૭૧ ની તલાસી લેતા ગાડીમાં છૂપાવેલ અંદાજે રૂા. ૮૭૦૦૦ ની કિંમતની ઇંગ્‍લીશ દારૂ ભરેલી નાની-મોટી ૧પ૦ નંગ બોટલો મળી આવી હતી. કાર ચાલક વિશાલસિંઘ સુનીલસિંઘ ઠાકુર ઉ.વ.ર૭ હાલ રહે. ઘંટેશ્વર એસ. આર. પી. કેમ્‍પ  બાજુમાં નિલેષભાઇ પટેલના  કારખાનામાં રીંગ રોડ-ર રાજકોટ (મુળ ઉમરપુર ઉ.પ્ર.) વાળાની ધરપકડ કરી કાર્યવાહી કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. દારૂના જથ્‍થા ઉપરાંત રૂા. ૪ લાખની કિંમતની ઇનોવા કાર તેમજ રૂા. પ હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા. ૪,૯ર,૦૦૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કાર્યવાહીમાં કો. હરવિજયસિંહ જાડેજા, મેહુલભાઇ ઝરમરીયા પણ સાથે રહ્યા હતાં.

(1:39 pm IST)