Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગુજરાત આયુર્વેદિક યુનિ.ના સફાઇ કામદારોને કાયમી કરવાનો હુકમ

જામનગર,તા. ૨૭ : કામદારોની નોકરી સળંગ ગણી દાખલ તારીખથી કાયમી કરવાનો ઔદ્યોગિક અદાલતે હુકમ કર્યો હતો.

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી (ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચીંગ એન્‍ડ રિસર્ચ એન્‍ડ આયુર્વેદ)માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારો હંસાબેન હરજીભાઇ પરમાર તથા રાધાબેન તુલસીભાઇ બારૈગા ૧૯૯૭ થી ૧૯૯૮ થી ફરજ બજાવતા હોય સફાઇ કામદારોના કાયમી સેટઅપમાં કાયમી સફાઇ કામદારોની જગ્‍યા ખાલી હોવા છતાં તેઓને કાયમીના લાભો આપવામાં ન આવતા કામદારોએ મજુર સેવા સંઘ મારફત કાયમી થવા કેસ કરેલ હતો.

ઉપરોકત કેસમાં ઔદ્યોગિક અદાલતના ન્‍યાયાધીશશ્રી જી.આર.સો.નીએ કામદાર તરફેની દલીલ અને ઉચ્‍ચ અદાલતનોના ચુકાદા ધ્‍યાને લઇ રેફ.કેસો મંજૂર કરી સામાવાળા કામદારોને દિવસ-૩૦માં દાખલ તારીખથી ૨૪૦ દિવસ થયા ત્‍યારથી કાયમી ગણી કાયમી કામદારોને મળતા તમામ લાભો આપવા અને કાયમી ગણવાનો ન્‍યાયી હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં કામદારના પ્રતિનિધિ તરીકે વકીલશ્રી હમીદ એચ.દેદા તથા વકીલશ્રી તારમામદ એચ.સમા રોકાયા હતા.

(1:37 pm IST)