Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઉનામાં પુંજાભાઇ દ્વારા સાત સપ્તાહ સત્‍યાગ્રહ

ઉના : શહેર-તાલુકા અને ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ સાત સપ્તાહ - સાત સત્‍યાગ્રહનું આંદોલન ચાલી રહ્યુ જેમાં ટાવર ચોકમાં ધારાસભ્‍ય અને જાહેર હિસાબ સમિતિ વિધાનસભાના ચેરમેન પુંજાભાઇ બી. વંસની આગેવાની હેઠળ, ગીરગઢડા  તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હીરપરા, ઉના તાલુકા કોંગી પ્રમુખ રામભાઇ ડાભી, શહેર પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, કાનજીભાઇ સાંખટ, જુના પીઢ કોંગ્રેસી અગ્રણી રમણીકભાઇ વ્‍યાસ, ત્‍થા શહેર - તાલુકાનાં આગેવાનો સવારથી સાંજે સુધી સમુહમાં ઉપવાસ, સત્‍યાગ્રહ કરી ધરણા કર્યા હતાં. અને આ વખતે ૩જો મુદ્‌્‌ો ભાજપ સરકારનાં ગુજરાતના ર૭ વરસના કુશાસનમાં મોંઘવારીએ માજા મુકી છે. તેનો પર્દાફાશ કરેલ હતો. ધરણા યોજાયાો તે તસ્‍વીર.

(11:55 am IST)