Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઉના તાલુકા બ્રહ્મસમાજનું ગૌરવ

ઉનાઃ વેરાવળ મુકામે શ્રીમતિ મણીબેન કોટક હાઇસ્‍કુલમાં જીલ્‍લાકક્ષાનો યુવા ઉત્‍સવ ૨૦૨૨-૨૩ યોજાયો હતો જેમાં હળવુ કંઠય સંગીત સ્‍પર્ધા બ વિભાગનાં ઉનાના જોશી ઋષિ મહેશભાઇ પ્રથમ ક્રમે વિજેતા બની ઉના તાલુકા બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ હતું. એકપાત્રતા અભિનય અ વિભાગમાં તનીષા એલ. સોલંકી(અમોદ્રા) બ વિભાગમાં ઝાલા મૌલિકા (ઉના) પ્રથમ વિજેતા બન્‍યા હતા તથા વકૃત્‍વ સ્‍પર્ધા અ  વિભાગમાં ઝાલાવડીયા વૈભવી પ્રવિણભાઇ (ઉના), બ વિભાગમાં ઝાલા મૌલિવીકા બીજાક્રમે તથા નિબંધ સ્‍પર્ધામાં અ વિભાગમાં જાદવ હિનાબેન વિનુભાઇ પ્રથમ ચિત્રકલામાં બ વિભાગમાં ચુડાસમા રાહુલ જેન્‍તીભાઇ પ્રથમ, વિભાગ લોકવાર્તામાં સાંખી અપેક્ષા દિનેશભાઇ, ભજનમાં જોગડીયા ગૌતમ દિનેશભાઇ ઉના વાળા વિજેતા બન્‍યા  હતા તેમણે ઉના તાલુકાનું ગૌરવ વધારેલ છે. હળવા કંઠય સંગીતમાં પ્રથમ ક્રમે વિજેતા ઋષિ જોશીની તસ્‍વીર

(11:53 am IST)