Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સોમનાથ મરીન પોલિસ ઇન્‍સ. તરીકે ચાર્જ સંભાળતા પી.આઇ. ગાવીત

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા)પ્રભાત પાટણ ૨૭: સોમનાથ મરીન પોલિસ ઈન્‍સ. વાઘેલાની બદલી થતાં નવનિયુકત પોલિસ ઇન્‍સ. વી.એસ.ગાવીતે ચાર્જ સંભાળ્‍યો હતો. ડાંગ જિલ્લામાં તા. ૨૫-૧૧-૮૨ના રોજ જન્‍મેલા તેઓ પીએસઆઇની ડાયરેકટ ભરતીથી વર્ષ ૨૦૧૦માં પોલીસદળમાં જોઇન્‍ટ થયા. છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્‍ય અને નર્મદાથી પ્રમોશન સાથે ગીર-સોમનાથ મરીન પોલિસ ઇન્‍સ. તરીકે નિયુકિત થતાં ચાર્જ સંભાળતા જ કાયદો વ્‍યવસ્‍થા અને દરિયાઇ સુરક્ષા વિષે જાણકારી મેળવી કાર્ય આરંભ કર્યુ હતું.

(11:48 am IST)