Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દામનગર શહેરની મુખ્‍ય બજારોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નાગરિક અધિકાર પત્રનું વિતરણ કરતા ધારાસભ્‍ય ઠુંમર

દામનગર : દામનગર તેમજ લાઠી શહેરની મુખ્‍ય બજારોમાં ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના નાગરિક અધિકાર પત્રનું સિનિયર ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જાહેર બજારોમાં રૂબરૂ વિતરણ નાનામાં નાની વ્‍યક્‍તિનો રૂબરૂ સંપર્ક કરી નાગરિક અધિકારપત્ર આપી હર ઘર કોંગ્રેસને પહોચાડવા સ્‍થાનિક તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણી સાથે દામનગર તેમજ લાઠી શહેરની મુખ્‍ય બજારો રોડ રસ્‍તામાં મધ્‍યમ વર્ગના લોકો સાથે સીધો સંપર્ક કરી નાગરિક અધિકાર પત્ર દ્વારા આઠ વચનોની ખાત્રી અપાય રહી છે લોકોને ધારાસભ્‍યનું વચન દરેક નાગરિકને ૧૦ લાખ સુધી આરોગ્‍ય સુવિધા મફત ખેડૂતો ત્રણ લાખનું દેવું માફ ૩૦૦ યુનિટ સુધી ઘર વપરાશ વીજળી બિલને માફ ૧૦ લાખ શિક્ષિત યુવક યુવતીને સરકારી નોકરી બે રોજગારને માસિક ત્રણ હજાર રોજગારી ભથ્‍થુ, સરકારી કર્મચારી માટે જૂની પેન્‍શન યોજનાનો અમલ દૂધ ઉત્‍પાદકો રૂપિયા પાંચની  પ્રતિ લિટરે સબસીડી ઘરેલુ ગેસ સિલિન્‍ડર માત્ર ૫૦૦ રૂપિયામાં ૩૦૦૦ અંગ્રેજી માધ્‍યમિક સ્‍કૂલ મફત શિક્ષણ કોવિડના મળતક પરિવારને ચાર લાખ ની સહાય અપાશે. ભ્રષ્ટાચાર નાબુદી અને ડ્રગ્‍સ વિરૂધ્‍ધ કડક કાયદાનું વચન સહિતની ખાત્રી આપતા નાગરિક અધિકાર પત્રનું ધારાસભ્‍ય ઠુંમર સહિત તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના જીતુભાઇ વાળા  આંબાભાઈ કાકડીયા દેવેન્‍દ્ર જુઠાણી જીતુભાઇ નારોલા મહીંપતગિરી રમેશભાઈ નારોલા રાજુભાઇ ઈસામલિયા હારૂનભાઈ ફ્રુટવાળા મનીષગાંધી સહિત અસંખ્‍ય સ્‍થાનિક અગ્રણી દ્વારા નાગરિક અધિકાર પત્રને ઘર ઘર સુધી પહોંચાડયા. લાઠી દામનગર શહેરમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરને વેપારી મજૂર ખેડૂત ગ્રામ્‍ય કારીગરો મહિલા વિદ્યાર્થી ઓનું ભારે સમર્થન આગામી વિધાન સભાની ચૂંટણીમાં હાથ ને સાથ આપવા નું ધારાસભ્‍ય ઠુંમરને પ્રોમિસ લોકોએ આપ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:47 am IST)