Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબીનાં ‘ગાંધી’ સ્વ. ગોકલદાસ પરમારે કંડારેલ કેડી આજે ધોરી માર્ગ બની પથદર્શક બની રહી છેઃ બ્રિજેશભાઇ મેરજા

વિધાનસભામાં ભાવાંજલી અર્પતા રાજયમંત્રી

ગુજરાત વિધાનસભામાં ૧૯ જેટલા દિવગંત માનનીય ધારાસભ્યશ્રીઓને અજલી આપવાના ગૃહના તેઓશ્રીના પ્રસ્તાવમાં ભાગ લેતા પચાયત, શ્રમ અને રોજગાર(સ્વતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મત્રીશ્રી બ્રિજેશ મેરજાએ દિવગતોને ભાવભીની અજલી અર્પી હતી. તેમાં

વાકાનેરના પુર્વ રાજવી સ્વ.શ્રી દિગ્વિજયસિહજી ઝાલાને પ્રજાવત્સલ અને પયાર્વરણ પ્રેમી લેખાવ્યા હતા. મોરબીના ગાધી એવા સ્વ.શ્રી ગોકલદાસ પરમારને ભાવવિભોર ભાવાજલિ અર્પતા બ્રિજેશ મેરજા સદ્ગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિચાઇ, સહકારી પ્રવૃત્તિએ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે. તેઓ સતવારા સમાજમાં જન્મેલા પણ સૌ સમાજના હામી હતા. ઇન્ટર સાયન્સમાં મુબઇ ભણતા હતાં ત્યારે આઝાદીની ચળવળમાં જાડાઇ ગયા. આજીવન નખશીખ પ્રમાણિક અને મૂલ્યોના આગ્રહી રહયા હતા. તેમના અવસાનથી મોરબીએ મોભ ગુમાવ્યો છે.

(4:45 pm IST)