Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

તાલાલા-ર, મહુવામાં પોણા બે ઇંચ વરસાદ

પોરબંદરમાં ધોધમારઃ વિસાવદરમાં અડધો ઇંચઃ શિહોર-૧ ઇંચઃ સર્વત્ર મેઘાવી માહોલ સાથે જમાવટ

રાજકોટ તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

તાલાલાગીરી

(દિપક તન્ના દ્વારા) તાલાલાગીર ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ર ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ જીલના સવારથી બપોર સુધી અર્ધાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આજે સોમવારે સવારથીજ ભાવનગર પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યા છે.આજે સવારના છ થી બપોરેના બેવાગ્યા સુધીમાં મહુવામાં ૪૦ મી.મી., સિહોરમાંરપ મી.મી. ઉમરાળામાં ૧૭ મી.પી.વલ્લભીપુરમાં ૯ મી.મી.પાલીતાણામાં ૯ મી.મી. ભાવનગર શહેરમાં ૭ મી.મી.તળાજામાં ૬ મી.મી. ગારીયાધારમાં પ મીમી. વરસાદ નોંધાયો છે. હજુ ધીમીધારે વરસાદ શરૂ છે.

પોરબંદર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ પોરબંદરમાં બપોરે ર-૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં અડધો ઇંચ તથા જુનાગઢ, મેંદરડા, કેશોદ, વંથલીમાં ઝાપટા પડયા હતા.

(4:28 pm IST)