Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વાંકાનેર પંથકમાં એનડીઆરએફ ટીમે નદી વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારનું નીરીક્ષણ કર્યું

ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં રેસ્ક્યુ થઇ સકે તે માટે સ્થળોની અગાઉથી જ ઓળખ કરી માહિતી મેળવી

વાંકાનેર પંથકમાં આજે એનડીઆરએફ ટીમનું આગમન થયું હતું અને એનડીઆરએફ ટીમ દ્વારા નદીના પટવાળા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરાયું હતું જે સમયે મામલતદાર કચેરીનો સ્ટાફ પણ એનડીઆરએફ ટીમ સાથે જોડાયો હતો
વર્ષાઋતુમાં વરસાદના કારણે કોઇ દુર્ઘટના સર્જાઈ અથવા તો પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય ત્યારે તેમના બચાવવા માટે એનડીઆરએફની ટીમની મહત્ત્વપૂર્ણ કામગીરી હોય છે. જ્યારે જ્યારે જે જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ હોય અથવા ભારે વરસાદની આગાહી હોય ત્યારે NDRFની ટીમને જે તે જિલ્લામાં મોકલવામાં આવર છે. જેથી કરીને ઘટનાસ્થળે ઝડપથી પહોંચીને બચાવ કાર્ય કરી શકાય…
આજે વાંકાનેરમાં ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પટેલના નેતૃત્વમાં 6-NDRF બટાલિયન વડોદરાની ટીમે રાજકોટ મીતાણા રોડ પર તિથવાના બોડ પાસે આસોઈ નદીના પુલ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કણકોટ ખાતે અને વાંકાનેર સીટીમાં મિલપ્લોટ પાસેના દેવીપુજક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકોને કોઈ ઘટના સર્જાય તો એનડીઆરએફની ટીમને કન્ટ્રોલરૂમ દ્રારા તાત્કાલિક જાણ કરવી અને એનડીઆરએફની ટીમ આવે ત્યાં સુધીમાં ઘરગથ્થું સાધનો બનાવીને કઈ રીતે બચાવ કરી શકાય તેમની માહિતી આપી હતી.

(10:18 pm IST)