Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

માળિયા (મી) ના સુલતાનપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળિયા તાલુકાના સુલતાનપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
માળિયા પોલીસ ટીમે સુલતાનપુર ગામે જાહેરમાં શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા સુરેશ વિઠ્ઠલભાઈ સીતાપરા, જીજ્ઞેશભાઈ હરેશભાઈ સનુરા, બાબુભાઈ ભવાનભાઈ ધંધાણીયા, મુનેશભાઈ બાબુભાઈ સીસણોદા,જગદીશભાઈ ડાયાભાઇ સીતાપરા, અજીત ડાયાભાઇ સીતાપરા( રહે બધા જુના સુલતાનપુર તા. માળિયા )અને અજય ગોપાલભાઈ સુરેલા (રહે માલણીયાત તા. હળવદ )એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૮૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, મહેશભાઈ બાલાસરાં, તેજપાલસિંહ ઝાલા, રણજીતસિંહ રાઠોડ, જયેશભાઈ ડાંગર અને રાજેન્દ્રસિંહ સોલંકી સહિતની ટીમ જોડાયેલ હતી

(10:16 pm IST)