Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ધોરાજીમાં નવરંગ નેચર કલબ - રાજકોટ તથા અર્જુન એકેડેમી - ધોરાજીના સંયુકત ઉપક્રમેવિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું રવિવારે રાહત દરે વિતરણ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:નવરંગ નેચર કલબ - રાજકોટ તથા અર્જુન એકેડેમી - ધોરાજીના સંયુકત ઉપક્રમે વિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું રવિવારે રાહત દરે વિતરણ કરશે
ધોરાજી અર્જુન એકેડેમી ના દિનેશભાઈ ચાવડા તેમજ નવરંગ નેચર કલબ રાજકોટના વી. ડી. બાલા એ સંયુક્ત યાદીમાં જણાવેલ કે ધોરાજી ની આંગણે તારીખ 1 ને રવિવારના રોજ સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અર્જુન એકેડેમી સ્કૂલ સ્ટેશન રોડ બંબાગેટ પાછળ ધોરાજી ખાતે રાહત દરે વિવિધ જાતના ફૂલ છોડ અને કલમો પડાવ રોપાનું વિતરણ કરવામાં આવશે
વિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું રાહત દરે વિતરણ.વિવિધ જાતના ફૂલછોડ દેશી ઓસડીયા ગાય આધારિત વિવિધ ચીજ વસ્તુઓએલોવેરા જેલ મધ હાથ બનાવટના પાપડ ફળાઉ રોપા જેવા કે કલમી આંબા, કલમી ચીકુ, કલમી જામફળ, દ્રાક્ષ, ફણસ, કાજુ અને નાળિયેરીનું રાહત દરે વિતરણ.મીઠા લીંબડા, પારિજાત, લીંબુ વગેરે રોપાના ૨૫ રૂ. લેખે રાહત દરે વિતરણ.થશે
મધ (પ્રવાહી સોનું) મધના સેવન થી વજન ઘટે છે, લીવર - કીડની ને ફાયદો થાય છે, ચરબી ઓછી કરે છે, કબજિયાત દુર થાય છે, સવારે નાસ્તામાં રોટલી સાથે ખાય શકાય. અહીં માત્ર ૨૪૦ ના કિલો ના હિસાબે વેચાણ થાય છે. ફુલછોડ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગવાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, કીશ્મીસ ટ્રી, ગ્રીન કોફી, વિવિધ જાતના સૂપ પાવડરો, કાશ્મીરી લસણ વગેરે રાહત દરે મળશે. દેશી ઓસડિયા, રસાયણ ચૂર્ણ,
અશ્વગંધા, પીપરી મૂળ, ગોખરુ, ગળો, ત્રિફળા વગેરે રાહત દરે મળશે.
એલોવેરા જેલ : એલોવેરા જયુસ, સપ્તચુર્ણ, સરગવા અને દેશી બાવળનો પાવડર, ઇનહેલર, સાબુ, ગરમ પાણી કરવાની કોથળી, બોડી લોસન, તુલસીના ટીપા, વાળ માટેનું તેલ અને શેમ્પ, લીલી મહેંદી, દાબેલ ચણા અને મગ, હળદર વાળા ગાંઠિયા, ખાખરા વગેરે રાહત દરે મળશે. દેશી ઓસડિયા : વિવિધ જાતના દેશી ઓસડિયાઓ જે જાતે તૈયાર કરેલ છે અને રાહત દરે મળે છે.
શાકભાજીના બિયારણ  ઃવિવિધ જાતના શાકભાજીના બિયારણના નાના પેકેટ (૧ પેકેટ ના રૂ. ૧૦).થાઈલેન્ડ મોગર્સ, લાલ કોટોન, ડબલ ટગરી, વસૂલીયા, મધુમાલતી, જાસૂદ, લકી બાંબુ વગેરે રોપા રાહત દરે મળશે.આ બધુ ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્ય કરી આપે છે.
ખાસ નોંધ : સોસીયલ ડિસટન્સ નું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરીએ. સ્થળ
અર્જુન એકેડેમી સ્ટેશન પ્લોટ બંબાગેટ પાછળ- ધોરાજીતારીખ :૧/૦૮/૨૦૨૧ રવિવાર
સમય :સવારે ૯-૦૦ થી બપોરના ૧ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે તો તો રાજ્યની જનતાને લાભ લેવા દિનેશભાઈ ચાવડા તેમજ વી.ડી બાલા ખાસ યાદીમાં જણાવેલ છે

ફ્રોમ્ કિશોરભાઈ રાઠોડ

(6:57 pm IST)