Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામનગરની બે ઘરફોડીમાં ધ્રોલની બે મહિલા ઝડપાઇ

 

જામનગર,તા.૨૭ : કિર્તિસિંહ ગોરેસિંહ ઠાકુર રહે.તળાવની પાળ, દિગ્વીજયશેરી-૦/૮ મંગલમ રેસીડન્સી વાળના મકાનમાથી ૫૧,૦૦૦/ ની ચોરીનો બનાવ દશેક દિવસ પહેલા બનવા પામેલ હતો.

 તેમજ ફરીયાદી કમલેશભાઇ વિરાભાઇ સોલંકી રહે. સમર્પણ સર્કલ અવરસર પાર્ટી પ્લોટ પાછળ જામનગર નાઓના રહેણાક મકાનના તાળા તોડી સોના, ચાંદીના દાગીના ,રોકડ મળી રૂપીયા ૩,૪૬,૦૦૦/ ની ચોરીનો બનાવ ગઇ તા.૨૫/૭/ર૦૨૧ ના રોજ બનવા પામેલ હતો 

 પોલીસ વડા દીપન ભદ્રનનાઓની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ.   એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ  બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા શ્રી કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન હકિકત આધારે, જામનગર દિગજામ સર્કલ પાસે થી (૧) રમાબેન રાજુભાઇ વાજેલીયા (૨) હેતલબેન કાનાભાઇ સાડમીયા રહે-ધ્રોલ, લતીપર રોડ દેવીપુજક વાસના કબ્જામાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૩,૦૦,૩૦૦/- તથા રોકડ રૂ.૧,૧૬,૦૦૦/- મળી કુલ રૂ,૪,૧૬,૩૦૦/- નો મુદામાલ મળી આવતા કબજે કરી,મજકુર બન્ને મહિલા વિરૂધ્ધ કાર્યવાહી કરી,જામનગર સીટી સી ડીવી પો.સ્ટેને સોપી આપેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(12:53 pm IST)