Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામકંડોરણાના ફોફળ ડેમમાં પાંચ ફુટ નવા પાણીની આવક

જામકંડોરણામાં બે દિવસમાં ત્રણ ઇંચ વરસાદ પડયો

જામકંડોરણાના ફોફળ ડેમમાં પાંચ ફુટ નવા નીરની આવક થયેલ છે.  (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૭ :.. શનિવાર અને રવિવાર એમ છેલ્લા બે દિવસમાં સોમવાર સવાર સુધીમાં સતત ધીમીધારે ૭પ મી. મી. (ત્રણ ઇંચ) વરસાદ પડયો છે આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૩૬ મી. મી. થયેલ ેછે. સમગ્ર જામકંડોરણા પંથકમાં આ સારા વરસાદથી તેમજ ઉપરવાસમાં સારા વરસાદના લીધે ફોફળ નદીમાં પૂર આવતા જામકંડોરણાની જીવાદોરી સમાન ફોફળ ડેમમાં પાંચ ફુટ નવા પાણીની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ દશ ફુટે પહોંચી છે. સોમવારે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. હાલ વાદળછાયું વાતાવરણ છે.

(11:53 am IST)