Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

માલવણ પાસે ૩ લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ

 

વઢવાણ તા. ૨૭ : બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે માલવણ હાઇવે પર રામદેવ દર્શન હોટતલના મેદાનમાંથી વિદેશી દારૂની ૧૭૪૦ બોટલ સાથે ટ્રક ઝડપી પાડી હતી. આ દરોડામાં વિદેશી દારૂ, મોબાઇલ, ટ્રક મળી ૧૩.૨૦ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખસને ઝબ્બે કર્યો છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન નીચે બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન અખિયાણા-પીપળી ચોકડી ઉપર આવેલી રામદેવ દર્શન હોટેલના મેદાનમાં ઉભેલી ટાટા કંપનીની ટ્રકના રાજસ્થાન બાડમેર જિલ્લાના ચાલક ૩૦ વર્ષના ઇસાખાન યાકુબભાઇ જુણેજાને પકડીને ટ્રકમાં ભરેલા લિગ્નાઇટની આડમાં પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૧૭૪૦ બોટલ કિંમત રૂ. ૩,૧૫,૬૦૦, એક મોબાઇલ કિંમત રૂ. ૫,૦૦૦ અને ટ્રક કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૩,૨૦,૬૦૦ના મુદ્દામાલ ઝબ્બે કર્યો છે.

બજાણા પોલીસના દારૂ અંગેના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ મુંધવા, ભરતદાન ટાપરીયા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

(11:51 am IST)