Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીના ચકમપર ગામે પાઈપલાઈનને પગલે બંધ રસ્તો ચાલુ કરવા માંગ

ખેતરોમાં પાણી ભરાઈ જવા પાક નુકશાની વળતર ચુકવવા ગ્રામ પંચાયતે રજૂઆત કરી

class="ii gt" id=":lia">
મોરબીના ચકમપર ગામે પાઈપલાઈનના કારણે બંધ થયેલ રસ્તો ચાલુ કરવામાં આવે અને ખેતરોમાં પાણી ભરાવાને પગલે પાક નુકશાનીનું વળતર ચુકવવા માટેની માંગ સાથે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે
શ્રી ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ કાલરીયાએ જી ડબલ્યુ આઈ એલના સીનીયર મેનેજરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ચકમપર ગામે જીડબલ્યુઆઈએલ દ્વારા પાઈપલાઈનનું જે કામ ચાલી રહ્યું છે જે ખાઈમાં પાઈપ લાઈન નાખવામાં આવેલ છે તો પાઈપ હાલમાં ઉપર હોવાના કારણોસર ખેડૂતોના જે સીમનો મારગ આવેલ છે તે પાણીનો નિકાલ પાઈપલાઈનના કારણે થઇ સકતો ના હોવાથી બંધ થઇ ગયેલ છે
તો તાત્કાલિક કંપની દ્વારા પાઈપ નાખીને રસ્તો ચાલુ કરવા કાર્યવાહી કરવામાં આવે અને જે ખેડૂતોને પાઈપ લાઈનના કારણે ખેતરમાંથી પાણીનો નિકાલ ના થઇ શકવાને પગલે ખેતરમાં પાણી ભરાયેલ હોય તેને ચોમાસું પાક ના લઇ શકવાના કારણોસર પાક નુકશાનીનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ચકમપર ઝીકીયાળીના રસ્તા પર પાઈપલાઈન નાખવાને પગલે જે ડામર રોડ તોડવામાં આવેલ તે રસ્તા પર આરસીસી રોડ કામ કરી આપવાની માંગ કરી છે
 
(10:00 pm IST)