Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબી સિરામિકના કોલગેસ, રો મટીરીયલ્સના પ્રશ્ને મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત

સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે મોરબી સિરામિક એસોના હોદેદારો ધારાસભ્યને સાથે રાખીને મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા

મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે મોરબી સિરામિક એસોના હોદેદારો ધારાસભ્યને સાથે રાખીને મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા જ્યાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી
મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, એફઆઈએ પ્રમુખ પ્રકાશ વરમોરા સહિતના અગ્રણીઓ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં મોરબી સિરામિક ઉદ્યોગના કોલગેસ કેસ, રાજસ્થાનથી આવતા રો મટીરીયલ્સના કેસ, અન્ય મુદાઓ બાબત રજૂઆત કરી હતી

 

(9:30 pm IST)