Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સાવરકુંડલાઃ મીસા જેલવાસી ગોવિંદભાઈ ધંધુકિયાનું સન્માન

(ઈકબાલ ગોરી દ્વારા), સાવરકુંડલા, તા.૨૭`: ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે દેશ પર ગેરબંધારણીય રીતે કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી. કોંગ્રેસે સંવિધાન પર કટોકટીરૃપી બુલડોઝર ચલાવી લોકશાહીના આધારાસ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દીધા હતા. મીસાના કાયદા હેઠળ હજારો નિર્દોષ નાગરિકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને હજારો લોકોની હત્યા કરવામાં આવી હતી. એમાં સાવરકુંડલામાં રહેતા શ્રી ગોવિંદભાઈ ધંધુકિયાએ પણ અનેક તકલીફો ભોગવી હતી. આજના બલિદાન દિવસે તેઓના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કરતા એક નવીન ઊર્જાનું સંચાર થતા અનુભવી.

કટોકટી દરમિયાન સૌથી વધુ સંઘર્ષ કર્યો હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે અને તે સમયે ભારતીય જનસંઘના રુપમાં કામ કરતી ભાજપ હતી. સંવૈધાનિક અધિકારીઓ અને લોકશાહીને જીવંત રાખવાવાળા સૌ સેનાનીઓનું ભારતીય જનતા પાર્ટીની સરકારે સદૈવ સન્માન કર્યું છે. ભારતીય લોકશાહીની પુનઃસ્થાપના માટે જોડાયેલ સૌ રાષ્ટ્રભકતોને નતમસ્તક વંદન કરું છું એવું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(4:58 pm IST)