Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં ચોરી કરનાર ખફી ઝડપાયો

જામનગર, તા. ર૭ :  નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ અને ઝાલાની સુચના અને પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.જે. ભોયે માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો. સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો. સબ. ઇન્‍સ. સી.એમ. કાંટેલીયા તથા માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. હરદિપસિંહ બારડ તથા યુવરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે  જામનગર સીટી બી-ડીવી પો. સ્‍ટે. ભાગ અ. ગુ.ર.નં. ૧૧ર૦ર૦૦૯રર૦૯ર૬/ર૦રર ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ ના કામે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ઇસમ ચોરીના મુદ્દામાલના રોકડ રૂપીયા સાથે ત્રણ દરવાજા કસ્‍ટમ હાઉસ પાસે આંટોફેરા કરે છે જેણે શરીરે કાળા તથા રાખોડી કલરનો શર્ટ તથા જીન્‍સનું પેન્‍ટ પહેરેલ છે જે હકિકત આધારે વોચ ગોઠવી આરોપી હસન અલીમામદભાઇ ખફી સુમરા ઉ.વ.૩૦ ધંધો ટ્રક કલીનર રહે. ખોજાનાકા, હાજીપીર ચોક, જામનગર વાળાને પકડી અંગઝડપી કરતા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો તથા ચલણી સિક્કાઓ મળી આવેલ હોય જે કુલ રોકડ રૂપિયા ૩૮,૩૦૦ હોય જે રોકડા રૂપિયા બાબતે પુછતા મજકુરની યુકિત પ્રયુકિતની પુછપરછ કરતા આજથી દસેક દિવસ પહેલા રાત્રીના સમયે ગ્રેઇન માર્કેટમાં રાજેન્‍દ્રકુમાર એન્‍ડ કંપની નામની અનાજ કરીયાણાની દુકાનમાંથી ચોરી કરેલ હોવાનું કબુલાત આપતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ કુલ રોકડા રૂપિયા ૩૮,૩૦૦ રીકવર કરેલ છે.

 આ કામગીરી પો. ઇન્‍સ. કે. જે. ભોટે તથા પો. સબ. ઇન્‍સ. સી.એમ. કાંટલીયા તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)