Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદર જિલ્લામાં અર્ધાથી પોણા બે ઇંચ વરસાદ ઘુમરી મારતો પવન ફુંકાતા આંબાના પ વૃક્ષો પડી ગયા

દરિયામાં ૩૦ નોટીકલ માઇલની ઝડપથી પવન ફુંકાવવાની સંભાવનાઃ માછીમારોને સાવચેત કરાયા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ : આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં જળાશયો સહિત વિસ્‍તારોમાં અર્ધાથી પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ છે દરિયામાં ૩૦ નોટીકલ માઇલની ઝડપે પવન ફુંકાવવાની સંભાવનાના પગલે માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે.

ગઇકાલે બપોર પછી વાતાવરણમાં પલટો આવેલ અને ઘુમરા મારતો પવન ફુંકાતા બરડા પંથકના ખંભાળા વાડી વિસ્‍તારમાં આંબાના પ વૃક્ષો ધરાશાયી થયા હતા. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૧૪ મીમી (૮પ મીમી) એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૧૪.૭ મીમી નોંધાયો છે.

રાણાવાવ ૧૩ મીમી (૯પ મીમી), કુતિયાણા ર૭ મીમી (૮૭ મીમી), ખંભાળા જળાશય, ૩પ મીમી વરસાદ (૯૮ મીમી) જળાશયમાં ૧.૪ ફૂટ નવું પાણી ફોદાળા જળાશય ૪પ મીમી (૧૦પ મીમી) વરસાદ નોંધાયેલ છે. ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩પ.૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન રપ.૭ સે.ગ્રે. પવનની ગતિ ૧૦ કી.મી. હવાનું દબાણ ૧૦૦ર.૧ એચ. પી.એ. સૂર્યોદય ૬.૧પ તથા સૂર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે.

(1:27 pm IST)