Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આણંદની ભેજાબાજ મહિલાએ જેતપુરની બે સહિત ત્રણ મહિલા સાથે ઠગાઇ કરી'તી

સાઇદાબીબી ઉર્ફે સલમા સહાય યોજનાના ફોટા પડાવવાના બહાને દાગીના ઉતારી લઇ છુ થઇ જતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૭ : આણંદની ભેજાબાજ મહિલાએ જેતપુરની બે સહિત ત્રણ મહિલા સાથે છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે આ મહિલાને અગાઉ રાજકોટ પોલીસે ઝડપી લીધી હોય તેનો કબ્‍જો લેવા તજવીજ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ રાજકોટ સોરઠીયાવાડી વિસ્‍તારમાં રહેતી સારબાઇબેન સલીમભાઇ કુરેશીને જેતપુર આવવુ હોય રાજકોટથી એસ.ટી.બસમાં બેઠેલ દરમ્‍યાન તેની બાજુમાં બેઠેલ મહિલા સાથે વાતચીત કરતા તેમણે સારબાઇબેનને પુછેલ કે તમને મોદી સાહેબની સહાય મળી છે ? જેથી ના કહેતા અભણ મહિલાએ ડોકયુમેન્‍ટ કરાવી આપવા કહી ભોળવી તેની સાથે જેતપુર રહેતી તેની બહેન હવાબેનને ઘરે સાથે ગયેલ ત્‍યાં વડલી ચોકમાં રહેતી પાડોશી બે મહિલા જેબુનબેન કાસમભાઇ શેખ, મોઇનીબેન જેરામભાઇ, પ્રીતમાણી ત્‍યાં આવતા ત્રણે મહિલાઓને ભોળવી મોદી સાહેબની યોજનાનો લાભ અપાવવાનુ કહી રીક્ષામાં બેસાડી તાલુકા સેવા સદન પાસે જેબુનબેનને બેસાડી ત્રણેને કહેલ કે તમારા ફોટો પડાવવાના છે. જેથી દાગીના ઉતારી નાખો અને થેલામાં મુકાવી દીધા બાદમાં સારબાઇબેનને અમરનગર રોડ પર રાહ જોવાનું કહી ઉતારી મોઇનીબેનને સાથે લઇ રીક્ષામાં જેતલસર ગામે ઉતારી દાગીનાની થેલી લઇ કહેલ કે હું હમણા આવુ ત્‍યાંથી રીક્ષામાં પલાયન થઇ ગયેલ બાદમાં ત્રણેય મહિલાઓને પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થયેલ. દરમિયાન ઠગ મહિલાને રાજકોટ પોલીસે ઝડપી લેતા ભોગ બનનાર સારબાઇબેને પોલીસ સ્‍ટશેને જઇ તે મહીલાને ઓળખી બતાવેલ જેતપુર પોલીસમાં અજાણી મહીલા સાઇદા બીબી ઉર્ફે સલમા ફીરોઝખાન પઠાણ (રહે. દામજીપુરા આણંદ) એ ઉકત ત્રણેય મહિલા સાથે ૯પ,૦૦૦ ના દાગીના ઉતારી લઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ થતા જેતપુર પોલીસે આ ઠગ મહિલાનો કબ્‍જો લેવા તજવીજ હાથધરી છે.

(1:27 pm IST)