Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બાંટવામાં ૩ ગોડાઉનમાંથી ૮ લાખનું અનાજ ઝડપાયું

જુનાગઢ તા.ર૭ : બાંટવા કૃષ્‍ણપરા પી.એસ.સી. પાછળ ગોડાઉનમાં તથા બાંટવા નાનડીયા રોડ, રાજપુતપરા ખરાવળમાં આવેલ ગોડાઉનમાં તથા પાટાવાળા પર આવેલા ગોડાઉનમાં બીલ વગરનો બીન અધિકૃત અનાજનો જથ્‍થો રાખેલ હોય જે બાબતે નાયબ મામલતદારશ્રી પુરવઠા શાખા માણાવરદનાઓને સાથે રાખી ઉપરોકત જગ્‍યાઓ ઉપર રેઇડ કરતા બીલ વગરનો બીન અધિકૃત જથ્‍થો પકડી પાડેલ અને આગળની કાર્યવાહી માટે બાંટવા પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે.

(૧) દેવાભાઇ માડાભાઇ રબારીતથા (ર) મંગુભાઇ ગોસ્‍વામી રહે.બાંટવાને ત્‍યાંથી (૧) ૧ ટ્રક ઘઉનો જથ્‍થો ૭૭પ૦ કિ.ગ્રા. (ર) ૧ ટ્રક ચોખાનો જથ્‍થો ૭૮પ૦ કિ.ગ્રા. (૧) જયસિંહ લખધીરસિંહ પરમાર રહે. બાંટવા ભડુલા રોડ દાળમબાપના મંદિર સામે વાડીય પાસેથી (૧) ઘઉંનો જથ્‍થો ૧૧૭પ૦ કિ.ગ્રા. (ર) ચોખાનો જથ્‍થો ર૪૦૦ કિ.ગ્રા. તથા (૧) મંગાભાઇ ગોસ્‍વામી રહે. બાંટવા પાસેથી (૧) ઘઉંનો જથ્‍થો ૩૦૦૦ કિ.ગ્રા (ર) ચોખાનો જથ્‍થો પ૩પ૦ કિ.ગ્રા. મળી (૧) ઘઉંંનો જથ્‍થો કુલ રરપ૦૦ કિ.ગ્રા. જેની કિ. રૂા.૪,પ૦,૦૦૦ (ર) ચોખાનો જથ્‍થો કુલ ૧પ૬૦૦ કિ.ગ્રા. જેની કિ. રૂા.૩,૪૩,ર૦૦ મળી કુલ કિ. રૂા.૭,૯૩,ર૦૦નો બિલ વગરની બિન અધિકૃત અનાજનો જથ્‍થો પકડી પાડેલ છે.

એસ.ઓ.જી.ના પો. ઇન્‍સ. એ.એમ.ગોહિલ તથા પો. સબ. ઇન્‍સ. જે.એમ.વાળા તથા બાંટવા પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. વી.આર.ચાવડા તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા, સામતભાઇ બારીયા, પી.એમ.ભારાઇ તથા પો. હેડ કોન્‍સ. મજીદખાન પઠાણ, અનિરૂધ્‍ધભાઇ વાંક, બાબુભાઇ કોડીયાતર, વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:22 pm IST)