Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જંત્રાખડીનો બનાવઃ દુઃખ એકલા પરિવારનું નથી સમગ્ર સમાજનું

આરોપીને સજા આપોઃ ઇન્‍દ્રભારતીબાપુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૭ : કોડીનારના જંત્રાવડી ગામે બાળકી  ઉપર દુષ્‍કર્મ બાદ હત્‍યા કર્યાનો બનાવ બનેલહ તો. જેના ઘેરા પડઘા પડયા છે.

તાજેતરમાં પુ.ઇન્‍દ્રભારતીબાપુએ તથા રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ આ પરિવારની મુલાકાત લઇ આશ્વાસન આપેલ અને બાળકીને શ્રધ્‍ધાંજલી આપી હતી. પુ. ઇન્‍દ્રભારતીબાપુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ બનાવનું દુઃખ એકલા પરિવારુનું નથી, સમગ્ર સમાજનું છે અને આ આરોપીને ફાંસીની સજા થવી જોઇએ જેથી  સમાજમાં દાખલારૂપ બને ફરી કોઇ દિકરી પર આવા નરાધમો આવુ દુષ્‍કર્મ આચરતા વિચાર કરે.

પરિવહન રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્‍યું હતું કે આરોપીને કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી થઇ રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા સારી કામગીરી થઇ રહી છે. આરોપીને કડક સજા થાય તેવી ખાત્રી આપી હતી. આ મુલાકાત દરમિયાન સાધુ સંતોમાં પુ.ઇન્‍દ્રભારતીબાપુ સાથે દુધરેજના કનીરામબાપુ મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ મહાદેવગીરી બાપુ સહિતના ઉપસ્‍થિત રહયા હતા અને આ પરિવારને સાંત્‍વના આપી હતી.

(1:19 pm IST)