Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઉનાઃ દરિયાની ખાડી પાસે કોથળામાં ભરેલી દારૂની ૨૮૧ બોટલો સાથે યુવાન ઝડપાયો

ઉનાપતા. ૨૭ : દરિયાની ખાડી પાસે કોથળામાં ભરેલી ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૨૮૧ કિ. ૨૭,૬૫૦ ની સાથે ઉનાના રમેશ બચુભાઇને પકડી પાડેલ છે.

ઉના તાલુકાના ગામની દરિયાની ખાડી પાસે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની સુચનાથી એસ.ઓ.જી. બ્રાન્‍ચના પોલીસ હેડ કોન્‍સ. સુભાષભાઇ ચાવડા, કમલેશભાઇ પીઠઇયા, મેહુલસિંહ પરમાર અને સ્‍ટાફએ દરિયાની ખાડી પાસે કોથળામાં છુપાવી વાહનની રાહ જોતો રમેશ બચુ પરમાર રે .દૂધેશ્વર પરા ઉના વાળાને પકડી કોથળા ખોળવતા તેમાં વિવિધ પ્રકારની ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૨૮૧ રૂપિયા ૨૭,૬૫૦ અને મોબાઇલ ફોન મળી પકડી લીધો હતો અને તેનો સાથીદાર રમેશ અને અજાણ્‍યો નાસી ગયા હતા. પોલીસે નવા બંદર મરીન પોલીસમાં ગુનો દાખલ કરી તપાસ કરી રહેલ છે.

(5:01 pm IST)