Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બોટાદમાં પાંચ પશુઓ ભરેલ વાહન કબ્‍જે : બે ઇસમો નાસી છૂટયા

 બોટાદ,તા.૨૭ : ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદના સામતભાઈ જેબલીયા ને રાત્રે આ,૮ , આઠ વાગ્‍યે બોટાદ ના જીવદયા પ્રેમી બાતમીદાર  વિજયસિંહ સોલંકી નો ફોન આવેલ કે બોટાદમાં પાળીયાદ બસ સ્‍ટેન્‍ડ આગળ એક પીકપ બોલેરા માં અબોલ પશુ ભરેલ છે અને તે કતલખાને લઈ જતા હોય તેવુ લાગેછે તેથી  બાતમી મુજબ ની જગ્‍યાએ પહોચતા પીકપ મા બેઠેલા બે ઈસમો ભાગી ગયેલ અને ડ્રાઈવર ને પકડી તેની પાસે પશુ હેરફેરના આધાર પુરાવા  લેતા તેથી પીકપમાં તપાસ કરતાં તેમા ઘાસ પાણીની કોઈ સુવિધા વગર પાંચ અબોલ પશુને ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધેલા હતા તેથી પશુ ભરેલ પીકપ વાહનને બોટાદ પોલીસ સ્‍ટેશને લાવતા પોલીસે તપાસ કરી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની ફરીયાદ લઈ  ,૬૫ ૦૦૦ ના પશુ અને ત્રણ,૩ ,લાખનુ પીકપ વાહન કુલ મળી ૩ લાખ ૬૫ હજારના  મુદામાલ જપ્ત કરી ,૩ ,ત્રણ, ઈસમો વિરૂદ્ધ ગુન્‍હો દાખલ કરી આગળની તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે અને કતલખાને જતા બચાવેલ અબોલ પશુને બોટાદ મહાજન પાંજરાપોળ ગૌશાળામાં સુરક્ષિત મુકી આવેલ   છે. 

(11:53 am IST)