Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વાંકાનેરમાં મિનિ વાવાઝોડુ

૧૧ જેટલી વિજ થાંભલાઓ, અનેક શાઇન બોર્ડ-બનેરો ધરાશાઇ થયા, વાવાઝોડાની ગર્જનાએ લોકોને ભયભીત કર્યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭: ગતરાત્રે વાંકાનેર આસપાસ રૌદ્ર સ્‍વરૂપનું ભયંકર અને ભયભિત કરનારૂ મિનિ વાવાઝોડું માત્ર થોડી નિમિટો માટે જ ફુંકાતા વાંકાનેરમાં જ ૧૧ જેટલા વિજ પોલ ઉપરાંત અનેક સાઇનબોર્ડ-બેનરો ધરાશાઇ થઇ ગયા હતા. લોકચર્ચા મુજબ જો આ તિવ્ર ગતિનું સ્‍થાનિક લેવલે ઉદ્દભવેલું વાવાઝોડુ અડધી કલાક ફુંકાયું હોત તો ભારે તબાહી થવા પામત. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ પંથકમાં એક ઇંચથી વધુ વારસાદ પડયો હોવાનું જાણવા મળે છે.
ગત રાત્રકે આઠેક વાગ્‍યે રસ્‍તા પલાળી નાખતું ઝાપટું વરસતા જ વિજળી ગૂલ થઇ ગઇ હતી. થોડી વાર બાદ સવા નવેક વાગ્‍યે પવનના જોરદાર સુસવાટા સાથે મિનિ વાવાઝોડું ફુંકાવાનોફ પ્રારંભ થયો હતો. વિજ ચમકારા-કડાકા ભડાકા સાથેના આ વાવાઝોડાના બિહામણા અવાજથી ર૦૦૧ના ભૂકંપની યાદ તાઝી થવા સાથે લોકો ભયભિત થયા હતા. આ રૌદ્ર સ્‍થાનિક લેવલે ઉદ્દભવેલા વાવાઝોડાથી વાંકાનેર પંથકમાં ૧૧ જેટલા વિજથાંભલાઓ ધરાશાઇ થયા હતા. અનેક બેનરો તૂટયા હતા. વાંકાનેર નજીક રાતીદેવરી રોડ ઉપર આવેલ એક બંધ કારખાનામાં જીતુ સોમાણી દ્વારા બોલાવાયેલ રાજકીય સંમેલનમાં પણ આ મિનિ વાવાઝોડાએ નાશભાગ મચાવી હતી. આઇ.બી.ના રીપોર્ટ મુજબ આ સંમેલનમાં સાતસોથી નવસો લોકોની હાજર નોંધાઇ છે જયારે પત્રકારોએ ૧પ૦૦ થી ર૦૦૦ લોકોનો આંક દર્શાવ્‍યો છ.ે. આ કાર્યક્રમના સમયે જ ભોજન સમારંભમાં વાવાઝોડું વિલન બનતા અફટા તફરીનો માહોલ જોવા મળ્‍યો હતો.
પીજીવીસીએલ દ્વારા જુદી જુદી જગ્‍યાએ વિજ થાંભલાઓ પડી જતા અને ટ્રાન્‍સફોર્મ બળી જતા મોડી રાત્રીથી જ કામગીરી શરૂ થતા રાત્રે ૯ વાગ્‍યે ગૂલ થયેલી લાઇટ મોડી રાત્રે વિજ પુરવઠો પુનઃ શરૂ થતા બફારા થી ત્રસ્‍ત લોકોએ રાહત અનુભવી હતી.
આજે સવારે આકાશ ગોરંભાયેલું હોઇ ફરી મેઘ મહેરની સંભાવના બળવતર બની છે.
ગુજરાત સરકારે વહીવટી અને નાણાકીય સ્‍થિતિ અંગે વાંધાનેર નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગે ૬ પેજની નોટીસ પાઠવેલ છે તેનો જવાબ આપવા માટે આજે સવારે ૧૧ વાગ્‍યે નગર પાલીકાની કચેરી ખાતે સામાન્‍ય સભા યોજવામાં આવી છે. જેમાં મોટા ભાગના સદસ્‍યો સરકારની તરફેણમાં હોઇ, નગરપાલીકા સુપરસીડ થવાની સંભાવના જોવા મળે છે.

 

(11:52 am IST)