Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જસદણ કોટડીયા હોસ્‍પીટલમાં માનવતાની સરવાણી ફૂટી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૨૭ : આટકોટ રોડ પર આવેલ વિખ્‍યાત કોટડીયા હોસ્‍પિટલના ડોકટરોએ માનવતા દર્શાવી એક મુસ્‍લિમ પરિવારની પુત્રીની જોખમી ડિલિવરી વગર પૈસે કરાવી હતી. જસદણ, વીંછિયા, બાબરા, રાજકોટ પંથકમાં કોટડીય પરિવાર દરેક વિસ્‍તારમાં થતાં સેવાકીય પ્રવળતિઓમાં કોટડિયા મોખરે હોય છ.

શહેરમાં વર્ષોથી રેહતા મુસ્‍લિમ પરિવારની પુત્રી ડિલિવરી માટે આવી હતી ત્‍યારે તેમણે ડો. પંકજભાઈ કોટડિયાને ત્‍યાં ડિલિવરી કરાવવા ગયાં હતા. જોખમી ડિલિવરી હોવા છતા ડો. કોટડિયાએ ફ્‌કત માનવતાના નાતે બધું વિનામૂલ્‍યે કરી આપ્‍યું હતું. આ અંગે મુસ્‍લિમ પરિવારના પુત્રીના પિતાએ જણાવ્‍યું હતું કે એમની આર્થિક સ્‍થિતિ નબળી હોવાથી ડો. કોટડિયા સાહેબ અને મનસુખભાઈ કોટડિયાએ માનવતા દર્શાવી હતી.

(11:33 am IST)